અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ અને કારકીર્દીની ઉત્તમ તકો મળી રહે તે માટે વર્ષ 2024- 25ના બજેટમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું સુદ્રઢીકરણ કરવા માટે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ 2.0 શરૂ કરવામાં આવી છે. તેમાં પણ કન્યાઓ ધોરણ 12 સુધીનું શિક્ષણ પૂર્ણ કરે તે હેતુથી વર્ષ 2024-25ના બજેટમાં મહત્વાકાંક્ષી "નમો લક્ષ્મી" અને યોજનાનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે.
Namo Laxmi Scholarship Yojana 2024 | નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજના 2024
Namo Laxmi Scholarship Yojana 2024 |નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજના 2024 |
નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજના 2024 ની માહિતી
તા.25/5/24 ના સમાચાર
રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે.
કેટલા રૂપિયા મળશે
નમો લક્ષ્મી યોજના ધોરણ 9 થી 12નો અભ્યાસ પૂર્ણ કરેથી દરેક કન્યાને કુલ 50,000/-ની સહાય મળશે .
કઇ રીતે 50000 રૂપિયા આપવામાં આવશે
ધોરણ 9-10 માટે વાર્ષિક 10,000/- (હાજરીના આધારે માસિક 500/- × 10 અને બાકી 50% ધોરણ 10ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ ખાતામાં જમા કરવામાં આવશે).
ધોરણ 11-12 માટે વાર્ષિક રૂ.15,000/- (હાજરીના આધારે માસિક 3.750/- × 10 અને બાકી 50% ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ ખાતામાં જમા કરવામાં આવશે).
આ યોજનાનો લાભ રાજ્યની સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી અંદાજિત 10 લાખ કન્યાઓને મળશે.
આ યોજના અંતર્ગત સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ લેનાર તમામ કન્યાઓને આવરી લેવામાં આવશે.
એન્ટ્રી કેવી રીતે કરવી તેની ગાઇડલાઈન - અહી ક્લિક.કરો
તે ઉપરાંત વાર્ષિક 6 લાખની કૌટુંબિક આવક મર્યાદાના આધારે ખાનગી શાળાઓમાં ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ લેનાર કન્યાઓને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે.
નમો સરસ્વતી મેરીટ સ્કોલરશીપ અંતર્ગત લાભ લેનાર વિધાર્થીનીઓને નમો લક્ષ્મી યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર રહેશે.
આ યોજનાથી ધોરણ 9 થી 12 માં કન્યાઓ વધુ સંખ્યામાં પ્રવેશ મેળવશે તેમજ આ ધોરણોમાં કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટશે સાથે તેમના શિક્ષણ અને પોષણમાં સહાય મળશે જેનાથી કન્યા સશક્તિકરણ થશે.
Namo Laxmi Scholarship Yojana 2024 |નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજના 2024
આ યોજના અંતર્ગત વર્ષ 2024-25માં અંદાજિત 3. 1,250 કરોડની જોગવાઇ.
અરજી કરવાની વેબસાઇટ- અહીં ક્લીક કરો
જાહેરાત- ટુંક સમયમાં આવશે
તમે આ યોજનાનો લાભ મેળવવા માગતા હોયતો અમારા whatsapp ગ્રુપમાં જોડાવો તમને તમામ માહિતી એમાં મળી રહેશે ફોન કેવી રીતે ભરવું ક્યારે ભરવું એવી તમામ માહિતી અમારા ગ્રુપમાં પૂરી પાડવામાં આવશે whatsapp ગ્રુપની લીંક નીચે આપેલી છે આભાર.
whatsapp ગ્રુપની લીંક- ક્લિક કરો અહી
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.