Friday 26 April 2024

Vahali dikri Yojana 2024 | વ્હાલી દીકરી યોજના 2024

 


વહાલી દીકરી યોજના શું છે?| Vahali Dikri Yojana In Gujarati

વ્હાલી દીકરી યોજના ફોર્મ ક્યાં ભરવું? | Vahali Dikri Yojana Online Application Process | વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ અને કઈ કચેરીનો સંપર્ક કરવો? | Download New Vahali Dikari Yojana Application Form PDF

ભારત સરકાર અને ગુજરાત સરકાર દીકરીઓ માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. કેન્‍દ્ર સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવોસુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે બહાર પાડેલ છે. ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સલામતી અને વિકાસ માટે Women and Child Development Department (WCD Gujarat) બનાવવામાં આવેલ છે.

આ વિભાગ દ્વારા મહિલાઓ માટે ઘણી યોજનાઓ અને સેવા કાર્યરત છે. જેવી કે મહિલાઓની સામાજિક અને આર્થિક સુરક્ષા માટે વિધવા સહાય યોજનાગંગા સ્વરૂપા આર્થિક પુન:લગ્ન યોજના, વ્હાલી દીકરી યોજના વગેરે. સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી માટે 181 મહિલા અભયમસખી વન સ્ટોપ સેન્‍ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્‍ટર, સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન વગેરે.

ગુજરાતના મુખ્યમંત્રીએ રાજ્યની છોકરીઓને સહાય પૂરી પાડવાના ઉદ્દેશ સાથે ઓગસ્ટ 2019 માં વ્હાલી દીકરી યોજના શરૂ કરી છે. રાજ્ય સરકારે ગુજરાતની છોકરીઓ માટે આ યોજના શરૂ કરી છે, જેમાં લાભાર્થીઓને રૂ .110000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં સીધા ત્રણ હપ્તામાં રકમ આપવામાં આવશે. 

ગુજરાત સરકારની આ પહેલ અન્ય રાજ્યો માં પણ કરવામાં આવી છે જેવી કે હરિયાણા લાડલી યોજના, કર્ણાટક ભાગ્યશ્રી યોજના, રાજસ્થાન રાજ શ્રી યોજના, મહારાષ્ટ્ર માંઝી કન્યા ભાગ્યશ્રી યોજના, મધ્યપ્રદેશ લાડલી લક્ષ્મી યોજના અને પશ્ચિમ બંગાળ કન્યા પ્રકલ્પ યોજના જેવી જ છે.

Vahli Dikri Yojana Gujarat Highlight

યોજનાનું નામવ્હાલી દીકરી યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
વ્હાલી દીકરી યોજના નવો પરિપત્રમહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા-20/09/2022 ના રોજ સુધારા ઠરાવ
યોજનાનો હેતુઆ દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધારો કરવો, દીકરીઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તથા બાળ લગ્નો અટકે તે મુખ્ય હેતુ છે.
લાભાર્થીગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ
મળવાપાત્ર સહાયદીકરીને કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય મળવાપાત્ર થાય
અધિકૃત વેબસાઈટhttps://wcd.gujarat.gov.in/  
અરજી કેવી રીતે કરવી?Online (જેમના SSO Login બનાવેલ છે, તેવા કર્મચારીઓ)
અરજી ક્યાં કરવી?લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે VCE પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતાં ઓપરેટર પાસે જઈને અરજી કરી શકાશે.


ગુજરાત વ્હાલી દીકરી યોજનાનો ઉદ્દેશ

Vahali Dikri Yojana નો ઉદેશ્ય જન્મ ગુણોત્તર સુધારવા, છોકરીઓના શિક્ષણનું પ્રમાણ વધારવા, છોકરીઓનું ભવિષ્ય બચાવવા અને બાળજન્મને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત સરકારે આ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ સરકાર છોકરીઓના માતા -પિતાને આર્થિક સહાય આપશે. 

વ્હાલી દીકરી યોજના હેઠળ પરિવારની પ્રથમ અને બીજી પુત્રીઓને પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. ગુજરાત વહાલી દીકરી યોજના ચોક્કસપણે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવશે, છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપશે અને ઉચ્ચ શિક્ષણ અને છોકરીઓના લગ્ન માટે પૂરતી રકમ આપશે.

  • મહિલા સશક્તિકરણ.
  • છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરો.
  • શાળાઓમાંથી છોકરીઓના ડ્રોપઆઉટ દરમાં ઘટાડો.
  • સમગ્ર રાજ્યમાં છોકરીઓ ના પ્રમાણમાં સુધારો.
  • બાળલગ્ન અટકાવવા માટે

વહાલી દીકરી યોજના ના ફાયદા અને વિશેષતાઓ – Vahli Dikri Yojana Benefits In Gujarati

  • સંપૂર્ણપણે સરકારી ભંડોળ ધરાવતી યોજના
  • ઓફલાઇન અરજી પ્રક્રિયા
  • રૂ .110000/- ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવશે
  • Vahali Dikri Yojana માટે લાભો સીધા લાભાર્થી ના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે

વ્હાલી દીકરી યોજનાનો લાભ ત્રણ હપ્તા માં ચુકવવામાં આવશે



વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરીને કુલ રૂ.110000 ની સહાય ત્રણ હપ્તા માં મળવા પાત્ર છે .

સહાયમાં હપ્તા અંગેની વિગતકેટલી અને ક્યારે સહાય મળશે?
પ્રથમ હપ્તા પેટેલાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/-  મળવાપાત્ર થશે.
બીજો હપ્તો પેટેલાભાર્થી દીકરી ધોરણ-9 માં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.
છેલ્લા હપ્તા પેટેદીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.  


ગુજરાત વ્હાલી દીકરી યોજના નો લાભ કોણ કોણ લઇ શકે ? – Eligibility Of Vahli Dikri Yojana Gujarat

  • પરિવારની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને Vahali Dikri Yojana નો લાભ મળવાપાત્ર રહેશે
  • 2 ઓગસ્ટ 2019 બાદ જન્મેલી દીકરીઓ જ આ યોજના નો લાભ લઇ શકે (vahali dikri yojana age limit)
  • દીકરી ના સમયે માતા ની ઉમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જરૂરી છે 
  • અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
  • કુટુંબની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.

વહાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ | Vahali Dikri Yojana Documents Gujarati

  • આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક ડોક્યુમેન્‍ટ જરૂર પડે છે. જેની યાદી નીચે મુજબ છે.
  • 1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર
  • 2. દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)
  • 3. માતા-પિતાના આધારકાર્ડ
  • 4. માતા પિતાનું જન્મનું પ્રમાણપત્ર
  • 5. આવકનો દાખલો
  • 6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
  • 7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)
  • 8. સ્વ-ઘોષણાનો નમૂનો
  • 9. અરજદારના રેશનકાર્ડની નકલ.
  • 10. લાભાર્થી દીકરી અથવ માતા/પિતાની બેંક ખાતાની પાસબુક

વહાલી દીકરી યોજના ફોર્મની પ્રક્રિયા – Vahli Dikri Yojana Form Process

ગુજરાત વ્હાલી દીકરી યોજના માટે અરજી ફોર્મ ઓનલાઈન અથવા ઓફલાઈન હોઈ શકે છે. માહિતી અનુસાર, સરકાર ઓનલાઇન અને ઓફલાઇન બંને અરજીઓ સ્વીકારશે અને આ યોજના માટે એક અલગ સત્તાવાર વેબસાઇટ પણ શરૂ કરવામાં આવશે. vahli dikri yojana form online apply કરવાની પ્રક્રિયામાં સામેલ સામાન્ય પગલાં છે

ગુજરાત વહાલી દીકરી યોજના માટે અરજી કેવી રીતે કરવી ?

જો તમે Vahali Dikri Yojana યોજના હેઠળ ઓફલાઈન અરજી કરવા માંગતા હો, તો તમારે નીચે આપેલા પગલાંને અનુસરવું પડશે:-

વ્હાલી દીકરી યોજના ના ફોર્મ વિનામૂલ્યે  ગ્રામ પંચાયત અને બાલ અધિકારીશ્રી ની  કચેરી અથવા આંગણવાડી કેન્દ્ર અથવા CDPO ( ચાઈલ્ડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ઓફિશર  કચેરી) થી મળી જશે.

વહાલી દીકરી યોજના ફોર્મ pdf – vahli dikri yojana form PDF Download

વ્હાલી દીકરી યોજના સ્વ-ઘોષણાનો નમૂનો

સરકારશ્રી દ્વારા જ્યારે એફિડેવિટની પ્રક્રિયા રદ કરવામાં આવી ત્યારે સ્વ-ઘોષણા કરી શકાશે. આ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના સ્વ-ઘોષણાનો નમૂનો બહાર પાડવામાં આવેલ છે. જેનો નમૂનો ડાઉનલોડની લિંક દ્વારા કરી શકાશે.

વ્હાલી દીકરી યોજના માટે ઓનલાઇન અરજી – vahali dikri yojana gujarat online apply 

  • વ્હાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી કરી શકાય છે. આ યોજનાની ઓનલાઈન અરજી Digital Gujarat Portal પરથી કરી શકાય છે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની કાર્યવાહી અલગ-અલગ સ્તરે લોકો કરતા હોય છે.
  • જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તમારે ગ્રામ પંચાયતમાં જઈને ત્યાં VCE ઓપરેટર હશે તે ઓનલાઈન અરજી કરી આપશે. 
  • અને જો શહેરમાં રહેતા હોય તો તમારે મામલતદાર કચેરી એ જઈને અરજી કરાવી શકો છો.
  • પછી તમારે જરૂરી ડોક્યુમેન્ટ તે ઓપરેટરને આપવાના રહેશે અને ત્યારબાદ તે તમને ઓનલાઇન અરજી કરી આપશે.
  • અને પછી તે ઓનલાઈન ફોર્મ ભર્યાની પહોંચ તમને આપશે તે તમારે સાચવીને રાખવાની રહેશે.
  • તમારું ફોર્મ જમા કરાવ્યા પછી વધુ માં વધુ 45 દિવસ માં તમારું ફોર્મ માં મંજુર થાય છે કૈં નામંજુર થાય છે એ તમને જાણ કરી દેવામાં આવશે

વ્હાલી દીકરી યોજનામાં અરજી કોની પાસે કરાવવી?

મિત્રો વ્હાલી દીકરી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની સેવા ચાલુ થઈ છે. પરંતુ આ ઓનલાઈન સેવા સરકારીશ્રી દ્વારા જેમના Digital Gujarat Portal ના SSO લોગિન બનાવેલ છે. તેવા લોકો જ આ યોજનાની ઓનલાઈન અરજી કરી શકે છે.

વ્હાલી દીકરી યોજના ઓનલાઈન ની કોણ-કોણ અરજી કરી શકશે?અરજી કરનારની કચેરીનું સરનામું
VCE (Village Computer Entrepreneur) ઓનલાઈન અરજી કરવાની રહેશે.ગ્રામ્ય પંચાયત ખાતે
તાલુકા મામલતદાર ઓપરેટરતાલુકા મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય યોજનાની કામગીરી કરતા “વિધવા સહાય ઓપરેટર” આ સ્કીમની અરજી કરી શકશે.
જિલ્લા કક્ષાએ ઓપરેટરજિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે અરજી સંબંધિત તમામ માહિતી મેળવી શકાશે.

વહાલી દીકરી યોજના pdf  ક્યાંથી મેળવવું

કમિશ્રનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા Vahali Dikri Yojana PDF Form તેની અધિકૃત વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. આ ફોર્મ નીચેની જગ્યાએથી મેળવી શકાશે.

1. ગ્રામસ્તરે ચાલતી Village Computer Entrepreneur (VCE) પાસે યોજનાનું ફોર્મ મેળવી શકાશે

2. તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના “વિધવા સહાય યોજના”ના કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી ફોર્મ મેળવી શકાશે તથા Online Application પણ કરી શકાશે.

3. જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વિનામૂલ્યે એપ્લિકેશન ફોર્મ મેળવી શકાશે.

Vahali Dikri Yojana Form Download

વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું

વ્હાલી દીકરી યોજનામાં યોજના માટે લોકો એ સોગંદનામું કરાવવું પડતું હતું પરંતુ હવે તે સોગંદનામું રદ કરી ને સવાઘોષણા પત્ર નો સમાવેશ કર્યો છે. 

આ લેખ માત્ર માહિતી ના હેતુ થી અને લોકો ને મદદ મળી શકે તેને માટે બનાવામાં આવ્યો છે જો તમારે આ યોજના હેઠળ કોઈપણ જાત ની વધુ માહિતી ( vahli dikri yojana information in gujarati ) જોઈતી હોઈ તો તમે નજીક ના આંગણવાડી કેન્દ્ર માં ગ્રામ પંચાયત માં અથવા બાલ અધિકારીશ્રી ની કચેરી થી માહિતી મેળવી શકો છો.

મહત્વપૂર્ણ લિંક્સ

Vahali Dikri Yojana official websitehttps://wcd.gujarat.gov.in
vahali dikri yojana form pdf Downloadડાઉનલોડ કરો
vahali dikri yojana helpline number 079-232-57942

FAQ-_વ્હાલી_દીકરી_યોજના_વારંવાર_પૂછાતા_પ્રશ્નો" id="FAQ-_%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80_%E0%AA%A6%E0%AB%80%E0%AA%95%E0%AA%B0%E0%AB%80_%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%AA%E0%AB%82%E0%AA%9B%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B6%E0%AB%8D%E0%AA%A8%E0%AB%8B" style="box-sizing: inherit;">FAQ- વ્હાલી દીકરી યોજના વારંવાર પૂછાતા પ્રશ્નો

1. Vahli Dikri Yojana Documents In Gujarati ક્યાં-ક્યાં જરૂરી છે?

જવાબ: વ્હાલી દીકરી યોજના માટે 1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર, 2. દીકરીનો આધારકાર્ડ,3. માતા-પિતાના આધારકાર્ડ,4. માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર,5. આવકનો દાખલો,6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા,7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર), 8. સ્વ-ઘોષણાનો નમૂનો,9. અરજદારના રેશનકાર્ડની નકલ.

2.    વ્હાલી દીકરી યોજના શા માટે બનાવવામાં આવી છે?

જવાબ: વ્હાલી દીકરી યોજના બનાવવાનો મુખ્ય હેતુ દિકરીના જન્મને વધાવવા, દિકરીઓના શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, બાળ લગ્ન અટકાવવા તેમજ સમાજમાં સ્ત્રીના સ્થાનને વધુ મજબુત બનાવવાના આશયથી આ યોજના બનાવવામાં આવી છે.

3. Vahali Dikri Yojana Application Status Check Online કેવી રીતે કરી શકાય?

જવાબ: વ્હાલી દીકરી યોજનાની એપ્લિકેશન સ્ટેટ્સ ચેક કરવા માટે તમારા જીલ્લાની મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે મુલાકાત કરવાની રહેશે.

4.    વ્હાલી દીકરી યોજનામાં એક દંપતિની કેટલી દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે?

જવાબ: દંપતિની પ્રથમ ત્રણ જીવિત સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

5.    શું Vahali Dikari Yojana Online અરજી કરી શકાશે? 

જવાબ: હા, નવા સુધારા ઠરાવ મુજબ વ્હાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી કરી શકાશે.

6. વ્હાલી દિકરી યોજનાની અરજી ક્યાં કરવાની હોય છે?

જવાબ.    આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે VCE પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતાં ઓપરેટર પાસે જઈને અરજી કરી શકાશે.

7.    આ યોજના હેઠળ કેટલો લાભ મળશે છે?

જવાબ:    દીકરીને કુલ ત્રણ હપ્તામાં કુલ 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) ની સહાય મળવાપાત્ર થાય

8. વહાલી દીકરી યોજના ફોર્મ PDF ક્યાંથી મળશે?

જવાબ: આ યોજનાનું નામ ફોર્મ ઓનલાઈન Download કરી શકાય તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે મળશે.

9. વ્હાલી દીકરી યોજના સોગંદનામું આપવાનું હોય છે કે કેમ?

જવાબ: સરકારશ્રીના નવા ઠરાવ મુજબ હવે આ યોજના માટે સોગંદનામુ આપવાની જરૂર નથી. અરજદારો સ્વ-ઘોષણા પત્ર આપી શકે છે.


નોંધ : આ વેબસાઈટમાં તમને સરકારી ભરતી, સરકારની બધી જ મફત યોજનો, લેટેસ્ટ અપડેટ અને ગુજરાતના સમાચાર સૌથી પહેલા જાણવા મળશે. દરરોજ અપડેટ મેળવવા માટે અમારા Whatsapp Group માં જોડાવ જેથી તમને દરરોજ માહિતી મળી શકે. અમે આ બધી માહિતી અન્ય ઓફિસિયલ વેબસાઈટ માંથી લીધેલ હોય છે.


whatsapp ગ્રુપની લીંક- ક્લિક કરો અહી

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

close