યોજનાનુ નામ - મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના 

કોણ પરીક્ષા આપી શકે -

1) સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ 1 થી 5 નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રસ ટેસ્ટ ( CET) આપી શકશે.

2) સ્વનિર્ભર ખાનગી શાળાઓના ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફક્ત રક્ષા શક્તિ સ્કૂલ 25% બેઠકોની મર્યાદામાં ધોરણ 6 ના પ્રવેશ માટે આ કોમન એન્ટ્રસ ટેસ્ટ ( CET) આપી શકશે. આ કોમન એન્ટ્રસ ટેસ્ટ ( CET) ના મેરીટ ના આધારે રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ 6 માં પ્રવેશ આપવામાં આવશે.

પરીક્ષા ફી- કોમન એન્ટ્રસ ટેસ્ટ ( CET) માટે કોઇ પરીક્ષા ફી ભરવાની નથી. 

કસોટીનું માળખું- 

1) આ પરીક્ષા હેતુલક્ષી પ્રકારની છે.

2)પેપર 120 ગુણ અને સમય 150 મીનીટ છે. 

3) પરીક્ષા નુ પેપર ગુજરાતી અને અગ્રેજી બંને માધ્યમમાં હશે. એટલે ફોર્મ ભરતી વખતે ખુબજ કાળજી રાખવી. 

અભ્યાસક્રમ-

1) ધોરણ 5 નો હશે.તેમા ગણિત,ગુજરાતી,અગ્રેજી,હિંદી,અને પર્યાવરણ વિષય તથા તાર્કિક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન આધારીત પ્રશ્નો હશે. 

2) કોમન એન્ટ્રસ ટેસ્ટ ( CET) વિષય તેમજ ગુણભાર નીચે મુજબ હશે.

        તાર્કિક ક્ષમતા કસોટી -      30 પ્રશ્નો -     30 ગુણ 
        ગણિત સજ્જતા-                30 પ્રશ્નો -     30 ગુણ 
        પર્યાવરણ-                         20 પ્રશ્નો -     20 ગુણ 
        ગુજરાતી-                           20 પ્રશ્નો -     20 ગુણ 
        અગ્રેજી-હિંદી-                     20 પ્રશ્નો -     20 ગુણ  
                                              --------------     ----------
                                              120 પ્રશ્નો         120 ગુણ 

3) પેપર 120 ગુણ અને સમય 150 મીનીટ છે.


પરીક્ષા કોણ લે - રાજ્ય પરીક્ષા બોર્ડ 

ફોર્મ ક્યા ભરવાનુ (WEBSITE) - અહી ક્લીક કરો

ફોર્મ ભરવાની તારીખ- હવે તારીખ આવશે. 

પરીક્ષા પાસ કરી મેરીટમાં આવોતો કઇ સ્કુલમા ભણવા જવા મળે-

1)જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ 
2)જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કૂલ 
3)રક્ષા શક્તિ સ્કૂલ 
4) ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત (એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ અને સૈનિક શાળા)

નોધ-સ્વનિર્ભર ખાનગી શાળાઓના ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફક્ત રક્ષા શક્તિ સ્કૂલ 25% બેઠકોની મર્યાદામાં ધોરણ 6 માં પ્રવેશ માળશે.