Monday 15 January 2024

Khedut Mobile Sahay Yojana 2024 | ખેડુત મોબાઇલ સહાય યોજના 2024 | Smartphone Sahay Yojana 2024

ખેડુત મોબાઇલ સહાય યોજના 2024 | Khedut Mobile Sahay Yojana 2024
ખેડુત મોબાઇલ સહાય યોજના 2024 | Khedut Mobile Sahay Yojana 2024


ખેડુત મોબાઇલ સહાય યોજના 2024 | Khedut Mobile Sahay Yojana 2024:


હેતુ- આ યોજનાનો હેતુ ગુજરાતમાં રહેતા ખેડુતો આબોહવા,વરસાદ અને ખેતીમાં થતી નવી ટેક્નોલોજી ની માહીતી મેળવે તે માટે ગુજરાત સરકાર દ્વારા આ યોજના મુકવામાં આવી છે.  


(ખેડુત મોબાઇલ સહાય યોજના 2024 )યોજનાની તમામ જરુરી માહીતી-
 
યોજનાનું નામ-ખેડુત મોબાઇલ સહાય યોજના 2024 (Khedut Mobile Sahay Yojana 2024)

યોજનાનો હેતુ- ખેડુતોને મોબાઇલની ખરીદી પર સહાય આપવી

લાભ કોને મળે- ગુજરાત રાજ્યના તમામ ખેડુતો

કેટલી સહાય મળવા પાત્ર છે- 15000 રુપિયાની ખરીદી પર 40% અથવા 6000 રુપિયા બન્ને માંથી જે ઓછુંં હોય એ 

અરજી નો સમયગાળો- 9/1/2024 થી 8/2/2024 સુધી







યોજનાનો લાભ લેવા  જરૂરી ડોક્યુમેન્ટ

ગુજરાતના ખેડૂતો માટે ખેડૂત યોજના નો લાભ આપવા માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. આ પોર્ટલ પરની યોજનાનો લાભ લેવા  ઓનલાઈન ફોર્મ ભરવુ પડે છે.જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડે છે.

  • જે ખાતેદાર ખેડૂત હોય તેની આધાર કાર્ડની નકલ
  • ખેડૂત લાભાર્થી ના બેંક ની પાસબુક ની નકલ
  • ખેડૂત ની જમીન ના ડોક્યુમેન્ટ્સ
  • 8અ ની નકલ
  • ખેડૂત લાભાર્થી નું બેંક ના ખાતા નું રદ કરેલ ચેક
  • જે Smartphone ખરીદ્યો હોઈ તે ફોન નું GST વાળું બીલ
  • મોબાઈલ ફોન નું IMEI Number

સુચનાઓ: 

૧. ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હોય કે ના  ધરાવતા હોય, તો પણ અરજી કરી શકાય છે.

૨. જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.

૩. જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ 2018-19 થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.

૪. જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.

૫. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.

૬. અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી.

૭.અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.

૮. જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો.

૯. અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.

૧૦. અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.

૧૧. કન્ફર્મ નહિ કરેલ અરજી ikhedut Portal ઉપર લેવાયેલ ગણાશે નહિ. તે ફક્ત ડેટા સેવ કરવાની સુવિધા માટે છે.


સ્ટેપ્સ 

૧. "નવી અરજી કરો" બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.

૨. અરજીમાં સુધારા વધારા માટે "અરજી અપડેટ કરો" બટન ઉપર ક્લીક કરો.

૩. અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.

૪. કન્ફર્મ થયેલી અરજીનું પ્રીન્ટ આઉટ લો.


અરજી કરવાની રીત-

1) સૌ પ્રથમ નીચેની ઓફીસીયલ વેબસાઇટ પર ક્લીક કરો.
ઓફિસિયલ વેબસાઇટ- https://ikhedut.gujarat.gov.in/ 

2) નીચેનું પેજ ખુલશે.


3) હવે યોજનાઓ લખેલ છે.તેના પર ક્લીક કરો.એટલે નીચેનું પેજ ખુલશે. 


4) હવે ઉપરના પેજમાં ખેતીવાડી ની યોજનાઓ માટે અહી ક્લીક કરો એવુ લખ્યુ છે ત્યાંંક્લીક કરો.એટલે નીચેનું પેજ ખુલશે.  


5) હવે ઉપરના પેજમાં સ્માર્ટફોનની ખરીદી પર સહાય લખેલ છે ત્યા ક્લીક કરો. એટલે નીચે મુજબનું પેજ ખુલશે.


6) હવે 7 નંબરના ખાનામાં વાદળી અક્ષરે જે અરજી કરો એવું લખ્યુ છે ત્યા ક્લીક કરો. જેથી નીચે મુજબનું પેજ ખુલશે.

7) હવે ઉપરના પેજમાં પસંદ કરો તેમાં ક્લીક કરી ના પસંદ કરો. પછી બીજો એરો આગળ વધવા પર ક્લીક કરો. હવે નીચેનું પેજ ખુલશે.


8) ઉપરના પેજમાં જ્યાં એરો કરેલ છે ત્યા ક્લીક કરો. એટલે નીચે મુજબનું પેજ ખુલશે.


9) હવે ઉપરની તમામ માહીતી ભરી ને સૌથી નીચે અરજી સેવ કરો.તેના પર ક્લીક કરો. 



10) હવે તમારી અરજી પુરી થઇ છે.

11) હવે પહેલો એરો છે ત્યા એવું લખ્યુ છે કે " અરજી અપડેટ કરવા અહીં ક્લીક કરો" એ ઓપશન સમજાવે છે કે અરજીમાં કંઇ સુધારા વધારા કરવા હોય તો તમે કરી શકો છો.

12) હવે બીજો  એરો છે ત્યા એવું લખ્યુ છે કે " અરજી ક્ન્ફ્રર્મ કરવા અહીં ક્લીક કરો" એ ઓપશન સમજાવે છે કે અરજી તમારી પુરી થઇ ગઇ હોય અને છેલ્લે તમારે તેને ક્ન્ફ્રર્મ કરવાની છે. એક વાર અરજી ક્ન્ફ્રર્મ થઇ ગઇ પછી તેમા સુધારો વધારો થઇ શકશે નહિ. 

13) હવે ત્રીજો  એરો છે ત્યા એવું લખ્યુ છે કે " અરજી પ્રીંન્ટ કરવાઅહીં ક્લીક કરો" એ ઓપશન સમજાવે છે કે ત્યાં ક્લીક કરવાથી અરજીની પ્રિંન્ટ તમારે કાઢી લેવાની છે.

અગત્ય ની નોંધ-

આ યોજના સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવેલ છે આ યોજના માટે સરકાર ની Official Website ikhedut portal પર Online અરજી કરવાની તારીખ-09/01/2024 થી 08/02/2024 છે.જેની નોંધ લેવી.

Khedut Smartphone Scheme Contact Numbar

આ યોજના માટે ખેડૂત લાભાર્થી એ Online અરજી કરી ને પછી તાલુકા કક્ષા એ તે અરજી ની પ્રિન્ટ કાઢી ને જમાં કરવાની રહેશે.જેમાં વધું માહિતી મેળવવા માટે લાભાર્થી તેમના ગામ ના ગ્રામ સેવક નો સંપર્ક કરી શકે છે.

આ યોજના માટે લાભાર્થી વધુ માહિતી માટે તાલુકા કક્ષા એ વિસ્તરણ અધિકારી ની ઓફીસ ની સંપર્ક કરી શકે છે.અને જો વધુ માહિતી જોઈતી હોય તો આપ જિલ્લા કક્ષા એ જિલ્લા ખેતીવાડી અધિકારી ની કચેરી નો સમ્પર્ક કરી શકો છો.

ખેડુતના મનમાં ઉઠતા પ્ર્શ્નો.

1) ખેડૂત મોબાઈલ સહાય યોજના હેઠળ કેટલા ટકા સુધી લાભ મળે?
જવાબ - નવા સુધારા મુજબ ખેડૂતોને મોબાઇલ ખરીદી પર 40% સુધી સહાય આપવામાં આવશે અથવા રૂપિયા  6000 સુધી સહાય મળશે. આ બે પૈકી જે ઓછું હશે તે લાભ મળશે.

2 ખેડૂત સ્માર્ટફોન સહાય યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે છે?
જવાબ- ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તારીખ 7/2/2022 ના ઠરાવના આધારે સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખેડૂતને કુલ 6000 રૂપિયાની સહાય મળે છે.

3) ખેડુત મોબાઈલ સહાય યોજનાનો લાભ લેવા કેવી રીતે અરજી કરવાની રહેશે?
જવાબ-  ખેડૂત મોબાઈલ સહાય યોજના નો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. 

4) મોબાઈલ સહાય યોજના ની ઓનલાઈન અરજી કઈ તારીખ સુધી કરી શકાય છે?
જવાબ- આ યોજના હેઠળ આઇ ખેડૂત પોર્ટલ પર 9/1/2024  થી 8/2/2024  સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.

અહી તમારી પોસ્ટ પુરી થઇ ગઇ છે. તમની આ લેખ ગમ્યો હોયતો તમારા બીજા ખેડુતો ને શેર કરો. જય હિંંદ જય ભારત.... 

યોજનાની માહીતી માટેનો વીડીયો જોવા માટે અહી ક્લીક કરો.



No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

close