Friday, 24 May 2024

Gujarat High Court Recruitment 2024 / ગુજરાત હાઈકોર્ટ ભરતી 2024

Gujarat High Court Recruitment, ગુજરાત હાઈકોર્ટ ભરતી : ગુજરાતમાં નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિવિધ પદો પર ભરતી બહાર પાડી છે. ગુજરાત હાઈકોર્ટે ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયાલોયમાં કૂલ 198જગ્યાઓ તથા રાજ્યની ઔદ્યોગિક ન્યાયાલયોમાં કૂલ 12 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ગુજરાત હાઈકોર્ટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી છે.

ગુજરાત હાઈકોર્ટ ભરતી ખાલી જગ્યાઓ, પોસ્ટ, નોકરીનું સ્થળ, ભરતી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી ફી, લાયકાત સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા. .

ગુજરાત હાઈકોર્ટ ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત હાઈકોર્ટ
પોસ્ટપ્રોસેસ સર્વર, બેલીફ વર્ગ -3
નોકરીનું સ્થળગુજરાતની વિવિધ કોર્ટ
અરજી કરવાની છેલ્લી તારીખઈન્ફોર્મેશન બુલેટિન વાંચવું
ક્યાં અરજી કરવીhc-ojas.gujarat.gov.in
નોટિફિકેશન લિંકઅહી ક્લીક કરો.

ગુજરાત હાઈકોર્ટ ભરતી પોસ્ટની વિગતે માહિતી

કોર્ટપોસ્ટજગ્યા
વિવિધ જિલ્લા કોર્ટોપ્રોસેસ સર્વર /બેલીફ198
ઔદ્યોગિક કોર્ટોપ્રોસેસ સર્વર /બેલીફ12

ગુજરાત હાઈકોર્ટ ભરતી માટે લાયકાત

  • સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 કે તેના સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાર કરેલી હોવી જોઈએ
  • ઉમેદવાર સાયકલ કે માન્ય ડ્રાઈવિંગ લાઈસન્સ સાથે દ્વીચક્રી વાહન ચલાવવાનું જ્ઞાન ધરાવતાં હોવા જોઈએ
  • ઉમેદવાર સરકાર દ્વારા નિર્ધારિત કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતાં હોવા જોઈએ
  • ઉમેદવારને ગુજરાતી થવા હિન્દી ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ

ગુજરાત હાઈકોર્ટ ભરતી માટે વયમર્યાદા

ઉમેદવારની ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારખીના રોજ 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળાં વર્ગ, મહિલા ઉમેદવારો, ડિફ્રન્ટલી એબ્ડના કિસ્સામાં સરકારના પ્રવર્તમાન નિયમો ,હુકમો જોગવાઈઓ નીતિઓ અનુસાર છૂટછાટ આપવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટ ભરતી માટે અરજી ફી

  • સામાન્ય ઉમેદવારોએ ફી તરીકે 1500 રૂપિયા ઉપરાંત બેંક ચાર્જીસ
  • અનામત વર્ગના ઉમેદવારોએ ફી તરીકે 750 રૂપિયા ઉપરાંત બેંક ચાર્જીસ

ગુજરાત હાઈકોર્ટ ભરતી માટે કેવી રીતે અરજી કરવી

ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારોએ અરજી કરવા માટે આપેલા સ્ટેપ અનુસરવા

  • HC-Ojas પોર્ટલ પર આપેલ લિંકમાં APPLY NOW પર ક્લિક કરી, ઓનલાઈન ફોર્મ ભરવું
  • ફોર્મ ભરતા પહેલા જાહેરાતનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો
  • ઓલાઈન અરજી કરતા પહેલા આ પોર્ટ પર ઉમેદવારે ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું. ઉમેદવારે રજીસ્ટ્રેશન કરવા માટે પોતાની પ્રાથમિક માહિતી, કાર્યરત મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ દર્શાવવાના રહેશે. મોબાઈલ નંબર -ઈમેલ એડ્રેસને ઓ.ટી.પી. મારફતે ચકાસણી કરવામાં આવશે.
  • સફળતા પૂર્વક રજીસ્ટ્રેશન થયા બાદ ઉમેદવારના ઈમેલ ઉપર એક રજીસ્ટ્રેશન-એપ્લિકેશન નંબર મોકલવામાં આવશે.
  • રજીસ્ટ્રેશન થયા બાદ ઉમેદવારે ઈમેલમાં મેળવેલ રજીસ્ટ્રેશન-એપ્લિકેશન નંબર તથા રજીસ્ટ્રેશન વખતે બનાવેલ પાસવર્ડની મદદથી પોર્ટલ પર લોગીન કરવાનું રહેશે.
  • ઉમેદવારે કરેલા ઓનલાઈન એપ્લિકેશન ફક્ત ત્યારે જ માન્ય ગણાશે કે જ્યારે ઉમેદવારે જરૂરી ફી સફળતા પૂર્વ ભરી હશે.(વધુ માહિતી માટે એચસી-ઓજસ પોર્ટલ પર હાઉ ટુ એપ્લાય પર ક્લીક કરવું)
  • દર્શાવવામાં આવેલી રીત પ્રમાણે ઉમેદવારોએ અરજી કરવાની રહેશે. અન્ય માધ્યમથી કરેલી કોઈપણ અરજી તથા અધૂરી અરજીઓને ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
  • ઉમેદવારોએ કોપણ સંજોગોમાં એકથી વધારે ઓનલાઈન અરજી કરવી નહીં

ગુજરાત હાઈકોર્ટ ભરતીનું નોટિફિકેશન

ગુજરાત હાઈકોર્ટ ભરતી ખાલી જગ્યાઓ, પોસ્ટ, નોકરીનું સ્થળ, ભરતી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી ફી, લાયકાત સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન અંત સુધી વાંચવું.


ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવાની બાબત

ગુજરાત હાઈકોર્ટે જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણએ અંદાજીત અગત્યની તારીખો સહિત વધુ માહિતી માટે ઈન્ફોર્મેશન બુલેટીન જોવાનું રહેશે. આ ઉપરાંત ઓનલાઈન અરજી ઉપરાંત ભરતી પ્રક્રિયાને સંબંધિત તમામ પ્રકારની માહિતી જેવી કે ઉમેદવાર માટેની સૂચનાઓ, કોલલેટર ડાઉનલોડ કરવા સંબંધિત સૂચના, નોટીસ, પરીક્ષા કાર્યક્રમ, પરિણામ, પસંદગી યાદી વગેરે માટે ઉમેદવારે હાઈકોર્ટ ખાતે ફોન ન કરતાં, hc-ojas.gujarat.gov.in અને gujarathighcourt.nic.in વેબસાઈટ સમયાંતરે જોતા રહેવું.


ક્યાં અરજી કરવી-hc-ojas.gujarat.gov.in

નોટિફિકેશન લિંક-અહી ક્લીક કરો.


No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

close