Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana 2024 / પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2024
હેતુ :આર્થિક સુરક્ષાના અભાવ હેઠળ જીવન જીવતા મહત્તમ લોકોની સુરક્ષા માટે ખાસ
પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના અમલમાં મુકવામાં આવેલ છે, જેની લાક્ષણિકતા નીચે મુજબ છે.
- આ યોજના એક વર્ષના જીવનવીમાની યોજના છે. જે દર વર્ષે રીન્યુ કરાવી શકાય છે.
- આ યોજનાનો ઉદ્દેશ્ય એ એક પ્રકારની જીવન વીમા પોલીસી છે. જેમાં વીમા ધારકના કોઇપણ કારણસર થયેલા મૃત્યુ સામે તેના વારસદાર/પરિવારજનોને રૂપિયા બે લાખ ચૂકવવામાં આવશે. આ માટે દરેક ઉપભોક્તાએ રૂ. 436 જેટલું પ્રિમિયમ ભરવાનું રહેશે.
યોગ્યતા: બેંકમાં ખાતુ ધરાવતી હોય એવી 18 થી 50 વર્ષ ની વ્યક્તિ લાભ લઇ શકે. 55 વર્ષ પૂર્ણ કર્યા પહેલાં યોજનામાં જોડાયેલ લોકોને વાર્ષિક પ્રિમિયમ ભરવાના કારણે પપ વર્ષની ઉંમર સુધી વીમા રક્ષણ મળશે.
ફાયદા: સભ્યનું કોઇ પણ કારણસર મૃત્યુ રૂ ૨ લાખ ચૂકવવા પાત્ર રકમ થશે.
અમલીકરણ: જાહેર ક્ષેત્રની LIC અને અન્ય વીમા કંપનીઓ દ્વારા બેંક મારફતે યોજના અમલમાં મૂકાશે.તમે પોસ્ટ ઓફિસ અથવા શાખાની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
નોંધણી સમયે સબસ્ક્રાઇબર દ્વારા સંમત થયા મુજબ પ્રીમિયમ ખાતાધારકના બેંક/પોસ્ટ ઓફિસ ખાતામાંથી એક હપ્તામાં 'ઓટો ડેબિટ' સુવિધા દ્વારા કાપવામાં આવે છે. સબસ્ક્રાઇબરના બેંક ખાતામાંથી દર વર્ષે પ્રીમિયમ ઓટો-ડેબિટ કરવામાં આવશે.
અન્ય હાઇલાઇટ્સ શું છે
- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) એ ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન છે.
- તેનો લાભ મૃત્યુ પછી જ મળે છે.
- જો આ યોજનાની મુદત પૂરી ન થાય ત્યાં સુધી વ્યક્તિને કંઈ ન થાય તો તેને કોઈ પૈસા આપવામાં આવતા નથી.
- 18 થી 50 વર્ષની વય જૂથની કોઈપણ વ્યક્તિ આ યોજનામાં પોતાને નોંધણી કરાવી શકે છે.
નોંધ : આ વેબસાઈટમાં તમને સરકારી ભરતી, સરકારની બધી જ મફત યોજનો, લેટેસ્ટ અપડેટ અને ગુજરાતના સમાચાર સૌથી પહેલા જાણવા મળશે. દરરોજ અપડેટ મેળવવા માટે અમારા Whatsapp Group માં જોડાવ જેથી તમને દરરોજ માહિતી મળી શકે. અમે આ બધી માહિતી અન્ય ઓફિસિયલ વેબસાઈટ માંથી લીધેલ હોય છે.
Tags :
PM Modi,PMJJBY,PM Modi,Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.