Saturday 18 May 2024

Pradhanamantri Suraxa Bima Yojana 2024 (PMSBY) / પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 2024 (PMSBY)

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 2024 (PMSBY)
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 2024 (PMSBY) 


પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 2024 (PMSBY)

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 9 મે 2015ના રોજ પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY)  શરૂઆત કરી હતી.આ યોજનાથી અચાનક ઘરના કમાતા વ્યક્તિનુ અવસાન થાય તો કુટૂબને 2 લાખ રુપિયા મળવાપાત્ર છે. આમ આ યોજનાનો હેતુ કુટૂબને આર્થિક મદદરૂપ થવાનો છે.  


પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 2024 (PMSBY) 


યોજના: પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 2024 ( PMSBY ) એ એક વર્ષની અકસ્માત વીમા યોજના છે. જે અકસ્માતને કારણે થતા મૃત્યુ અથવા વિકલાંગતા માટે કવરેજ પૂરું પાડે છે અને દર વર્ષે તેને રિન્યૂ કરી શકાય છે.


હેતુ : આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં રૂ. ૨ લાખનું વીમા રક્ષણ.





યોગ્યતા: બધા જ બચત ખાતેદાર કે જેમની ઉંમર 18 થી 70 વર્ષ હોય તેવા લોકો આ યોજનામાં જોડાઇ શકેશે. વાર્ષિક પ્રિમિયમ વ્યક્તિ દીઠ રૂ. 20 રહેશે. ખાતાધારકના સંબંધિત બેંક એકાઉન્ટમાંથી પ્રિમિયમની રકમ “ઓટો ડેબિટ” થશે.


ફાયદાઓ: આ યોજનામાં લાભ નીચે મુજબ છે.


  • અરજદારનું બેન્ક એકાઉન્ટ હોવું જરૂરી
  • પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના (PMSBY)નું ફોર્મ તમે ઓનલાઇન અથવા તો બેન્કમાં જઈને ભરી શકો છો.
  • કોઈ પણ બેન્કમાંથી તમે આ વીમો લઇ શકો છો. પબ્લિક સેકટરની સાથે પ્રાઇવેટ બેન્કો પણ વેબસાઈટ પર યોજના સંબંધિત જાણકારી આપે છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે અરજદારનું બેન્ક એકાઉન્ટ હોવું જરૂરી છે. બેન્ક એકાઉન્ટમાંથી સીધા પૈસા ડેબિટ થઇ શકે છે.
  • આ ફોર્મ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, બાંગ્લા, કન્નડ, ઓડિયા, મરાઠી, તેલુગૂ અને તમિલ ભાષામાં છે. જે બેન્કમાં તમારું સેવિંગ એકાઉન્ટ હોય ત્યાં જઈને તમે આ ફોર્મ જમા કરાવી શકો છો.
  • પ્રીમિયમ માટે, તમારે બેંક ફોર્મમાં એ મંજૂરી આપવી પડશે કે પ્રીમિયમ રકમ તમારા ખાતામાંથી જ કાપવામાં આવે. બેંકો દર વર્ષે 1 જૂને તમારા અકાઉન્ટમાંથી આપમેળે પ્રીમિયમ રકમ કાપી નાખશે.
  • અરજદારની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ તો વધુમાં વધુ આ વિમાનો લાભ 70 વર્ષ સુધી આપવામાં આવે છે.

અકસ્માતમાં મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા મળશે


  • અકસ્માતમાં કાયમી સંપૂર્ણ અપંગતા આવે તો એટલે કે બંને આંખ અથવા બંને હાથ અથવા બંને પગ જતા રહે અથવા એક આંખ અને એક હાથ અથવા એક પગ જતો રહે તો 2 લાખ રૂપિયા મળશે.
  • આકસ્માતમાં આંશિક અપંગતા જેવી કે, એક આંખમાં દૃષ્ટિ ગુમાવવી અથવા એક હાથ અથવા એક પગનો ઉપયોગ કરવામાં અક્ષમતા રહે તો 1 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે.


પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 2024 (PMSBY) : યોજનાને લગતા પ્રશ્નો

પ્રશ્ન- 1  પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ની શરૂઆત ક્યારે થઈ હતી? 
જવાબ- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 9 મે 2015 ના રોજ પશ્ચિમ બંગાળના કોલકત્તા ખાતે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ની શરૂઆત કરી હતી.


પ્રશ્ન-2 આ યોજનાનો લાભ લેવા માટે વાર્ષિક કેટલા રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું હોય છે?
જવાબ-આ યોજનાનો લાભ લેવા માટે વાર્ષિક ₹20 નું પ્રીમિયમ ભરવાનું હોય છે.


પ્રશ્ન-3 આ યોજનામાં આકસ્મિક મૃત્યુ થયાથી કેટલા રૂપિયા મળવા પાત્ર છે?
જવાબ-આ યોજનામાં આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતા ના કિસ્સામાં બે લાખનું વીમા રક્ષણ મળે છે


પ્રશ્ન-4 આ યોજનાનો લાભ લેવા બચતદાર ની ઉંમર કેટલી હોવી જોઈએ? 
જવાબ- આ યોજનાનો લાભ લેવા માટે બચત ખાતેદારની ઉંમર 18 થી 70 વર્ષ હોવી જોઈએ.

નોંધ : આ વેબસાઈટમાં તમને સરકારી ભરતી, સરકારની બધી જ મફત યોજનો, લેટેસ્ટ અપડેટ અને ગુજરાતના સમાચાર સૌથી પહેલા જાણવા મળશે. દરરોજ અપડેટ મેળવવા માટે અમારા Whatsapp Group માં જોડાવ જેથી તમને દરરોજ માહિતી મળી શકે. અમે આ બધી માહિતી અન્ય ઓફિસિયલ વેબસાઈટ માંથી લીધેલ હોય છે.


whatsapp ગ્રુપની લીંક- અહી ક્લીક કરો



પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 2024 (PMSBY)  યોજનાને લગતા ટેગ-


પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 2024

PMSBY

સરકારી યોજના

પ્રધાનમંત્રી સુરક્ષા યોજના 2024

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

close