Wednesday 15 May 2024

CET/જ્ઞાન સાધના exam result 2024/25



રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે સ્કોલરશીપ યોજના શરૂ થયેલ છે. વર્ષ ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષ માટે આ યોજના હેઠળની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) રાજય પરીક્ષા બોર્ડ દ્વારા યોજનાર છે.

પરિણામ

સરકારી અને ગ્રાન્ટેડ (સરકારી, પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા, ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા) શાળાઓમાં ધોરણ-૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬ થી ૧૨ના અભ્યાસ દરમ્યાન મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે.

સીટ નંબર અને જન્મ તારીખ વગર આખા વર્ગનું CET નું પરિણામ જુઓ. પરિણામ જોવા અહીં ક્લિક કરો. 

સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧ થી ૫ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ (25 % બેઠકો) અને મોડેલ સ્કુલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ના મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે. 

જ્ઞાન સાધના ધોરણ 8 નું પરિણામ જાહેર- અહી ક્લીક કરો

અગત્યની તારીખ 

જાહેરનામું બહાર પાડવાની તારીખ : 25/01/2024

ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો : 29/01/2024 થી 09/02/2024

પરીક્ષા તારીખ : 30/03/2024

પરીક્ષા માટેની યોગ્યતાઃ-

- સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ ૧ થી પનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ (જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, મોડેલ સ્કુલ્સ અને રક્ષાશક્તિ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના) કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકશે. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે ઉપરોકત શાળાઓમાં ધોરણ-૬માં પ્રવેશ તથા મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે.


- સ્વનિર્ભર/ખાનગી શાળાઓના ધોરણ-પનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ (25 % બેઠકોની મર્યાદામાં) અને મોડેલ સ્કુલ્સના ધોરણ-૬ના પ્રવેશ માટે ટેસ્ટ આપી શકાશે. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે આ શાળાઓમાં મોડેલ સ્કુલ્સ) ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે.


પરીક્ષા કેન્દ્ર:

પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી/પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. (ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષાના કેન્દ્રો) ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત થવાનું રહેશે.


કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ અને મેરીટ લિસ્ટ

આ પરીક્ષાનું પરિણામ રાજય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org પર પ્રસિધ્ધ કરવામાં આવશે

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષામાં Cut Off કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા નિયામકશ્રી, શાળાઓની કચેરી, ગાંધીનગરને યાદી સુપ્રત કરવામાં આવશે.

ઉપર મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજોની ખરાઈ સરકારી શાળાઓના કિસ્સામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને અનુદાનિત શાળાઓના કિસ્સામાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા નિયામકશ્રી, શાળાઓની સૂચના અનુસાર કરવાની રહેશે.

શાળા પસંદગી:- આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે આ શાળાઓમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટેની પસંદગી નિયામકશ્રી, શાળાઓની કચેરી દ્વારા નકકી કરવામાં આવે તે મુજબનું રહેશે.

અગત્યની લીંક-

CET પરીક્ષાનુ પરીણામ જોવા - અહી ક્લીક કરો.

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

close